ભારત માટે આ કોરોના રસી છે મહત્વની!, જાણો તેની ખાસિયતો અને કિંમત 

Corona vaccineની કાગડોળે વાટ જોવાઈ રહી છે અને બહુ જલદી આ લાંબા ઈન્તેજારનો અંત આવવાની તૈયારીમાં છે. અનેક દેશોમાં કોરોના રસીની ટ્રાલ ફાઈનલ સ્ટેજમાં છે. સારી વાત એ છે કે તેમાંથી અનેક રસી કોરોનાની સારવારમાં 90 ટકાથી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. 
ભારત માટે આ કોરોના રસી છે મહત્વની!, જાણો તેની ખાસિયતો અને કિંમત 

નવી દિલ્હી: Corona vaccineની કાગડોળે વાટ જોવાઈ રહી છે અને બહુ જલદી આ લાંબા ઈન્તેજારનો અંત આવવાની તૈયારીમાં છે. અનેક દેશોમાં કોરોના રસીની ટ્રાલ ફાઈનલ સ્ટેજમાં છે. સારી વાત એ છે કે તેમાંથી અનેક રસી કોરોનાની સારવારમાં 90 ટકાથી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. 

આ મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (University of Oxford) ની રસી સૌથી વધુ કારગર સાબિત થઈ રહી છે. કારણ કે એક તો તેના પરિણામ સારા આવી રહ્યા છે. બીજું તેની કિંમત અને ત્યારબાદ ઓછા તાપમાન પર સ્ટોરેજ થઈ શકવું એ તેને અન્ય રસીઓ કરતા અલગ બનાવે છે. 

AZD1222 અને Covishield
ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) અને એસ્ટ્રાજેનેકા  (AstraZeneca) કંપનીએ મળીને કોરોનાની રસી તૈયાર કરી છે. આ રસીને AZD1222 નામથી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ રસી કોવીશિલ્ડ (Covishield)ના નામથી તૈયાર થઈ રહી છે. 

ટ્રાયલના સારા પરિણામ(Covid-19 vaccine Trail)
આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. રિઝલ્ટમાં બેવારના ડોઝના સામૂહિક આંકડા જોઈએ તો રસીની અસર 70.4 ટકા જોવા મળી. બે અલગ અલગ ડોઝમાં તેની અસર એકવાર 90 ટકા અને બીજીવાર તેની અસર 62ટકા જોવા મળી. 

બે પ્રકારે થઈ ટ્રાયલ
ઓક્સફોર્ડની રસીની ટ્રાયલ બે પ્રકારે થઈ છે. એક ટ્રાયલમાં ઈંગ્લેન્ડમાં પહેલા અડધો ડોઝ અને ત્યારબાદ એક મહિના પછી આખો ડોઝ આપવામાં આવ્યો. આ પ્રકારે રસી 90 ટકા પ્રભાવી જોવા મળી. 

બીજા પ્રકારની ટ્રાયલમાં બ્રાઝીલમાં એક મહિનામાં રસીના બે સંપૂર્ણ ડોઝ આપવામાં આવ્યા. આ ટ્રાયલમાં રસીની અસર 62 ટકા સુધી જોવા મળી. બંને પ્રકારના પરિણામોની સરેરાશ 70 ટકા રહી. મેડિકલ સાયન્સમાં 70 ટકા પ્રભાવી દવાને પણ સારી ગણવામાં આવે છે. 

રસીની કિંમત(Corona Vaccine Price)
કોરોનાના દર્દીઓને રસીના બે ડોઝ આપવા પડશે. ફાઈઝરની રસી(Pfizer Vaccine)ના આ બે ડોઝની કિંમત 3000 રૂપિયા સુધીની થાય છે. જ્યારે મોર્ડના(Moderna Vaccine) ના બે ડોઝની કિંમત 5,550 રૂપિયા હશે. જ્યારે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાના ડોઝની કિંમત 1000 રૂપિયાથી 1200 રૂપિયાની વચ્ચે હશે. 

સ્ટોરેજ માટે કેટલું તાપમાન જરૂરી (Vaccine Storage temperature)
ફાઈઝર કંપનીની રસીના સ્ટોરેજ માટે -70 ડિગ્રી તાપમાનની જરૂર હશે. મોર્ડનાની રસીને સુરક્ષિત રાખવા માટે -20 ડિગ્રી તાપમાનની જરૂર પડશે. જ્યારે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને 2 થી 8 ડિગ્રી તાપમાન પર રાખી શકાય છે. ઓછી કિંમત અને વધુ તાપમાન પર સ્ટોર કરવાની ક્ષમતા જ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને અન્ય કંપનીઓની રસીથી અલગ બનાવે છે. 

ભારતમાં કોવીશિલ્ડ (Covishield in India)
ભારતમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute Of India) કોવીશિલ્ડ નામથી તૈયાર કરી રહી છે. ભારતમાં પણ કોવીશિલ્ડની ટ્રાયલ ફાઈનલ સ્ટેજમાં છે. આ ટ્રાયલના પરિણામ આગામી વર્ષ જાન્યુઆરીમાં આવી જશે. 

જાન્યુઆરી સુધીમાં 10 કરોડ ડોઝ તૈયાર (100 Million Doses)
નીતિ આયોગના જણાવ્યાં મુજબ જો એસ્ટ્રાજેનેકાને ઈંગ્લેન્ડમાં મંજૂરી મળી જાય તો ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થતા પહેલા જ કોવીશિલ્ડને મંજૂરી મળી શકે છે. આયોગ મુજબ જો ડીસીજીઆઈ વેક્સીનને મંજૂરી આપી દે તો જાન્યુઆરીની શરૂઆતમાં પણ ભારતમાં કોવીશિલ્ડના 4 કરોડ ડોઝ તૈયાર થઈ જશે. જો કે કંપનીએ જાન્યુઆરી 2021 સુધીમાં 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર કરવા માટે અને પછી જાન્યુઆરીથી 5-6 કરોડ રસી દર મહિને બનાવવાનો દાવો કર્યો છે. 

રસીની ખાસિયતો

  • ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીનું નામ AZD1222 છે. 
  • 2 થી 8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરીને રાખી શકાય છે આ રસી.
  • ઘરના ફ્રીઝમાં તેને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. 
  • ત્રીજા ફેઝની ટ્રાયલમાં 70 ટકા સુધી અસરકારક.
  • ટ્રાયલ દરમિયાન કોઈ પણ આડ અસર જોવા મળી નથી.
  • રસીના બે ડોઝની કિંમત 1000-1200 રૂપિયા છે. 
  • ભારતમાં આ રસીનું નામ કોવીશિલ્ડ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news